• રવિવાર, 17 મે, 2026

અંજારમાં એક લાખનો દારૂ જપ્ત : આરોપી ગેરહાજર

ગાંધીધામ, તા. 6 : અંજારના જી.આઈ.ડી.સી. નવાનગરમાં આવેલા એક પ્લોટમાંથી પોલીસે રૂા. 1,09,326નો દારૂ જપ્ત કર્યો હતો પરંતુ આરોપી હાથમાં આવ્યો ન હતો. અંજાર નવાનગર જી.આઈ.ડી.સી.માં મેલડી માતાના મંદિર પાસે આવેલા એક પ્લોટમાં પોલીસે આજે બપોરે છાપો માર્યો હતો. આ પ્લોટમાં ઓરડી પાછળ બાવળની ઝાડીમાં શરાબ સંતાડયો હતો. દારૂ છુપાવનાર આરોપી શૈલેષ રઘુરામ મઢવી (મારાજ) હાજર મળ્યો ન હતો. અહીંથી 8 પીએમના 180 મીલીના 288, ગ્રીનલેબલના 240, કવાર્ટરીયા તથા ગ્રીન લેબલ 750 મીલીના 30, વાઈટ લેસ વોડકાની 15, ઓરેન્જ હિલ વોડકાની 12 બોટલ એમ કુલ રૂા. 1,09,326નો શરાબનો જથ્થો હસ્તગત કરવામાં આવ્યો હતો. હાથમાં ન આવેલા શખ્સને પકડી પાડવા આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે. 

Panchang

dd