• રવિવાર, 17 મે, 2026

શિકારપુરમાં શરાબ મળ્યો : આરોપી ફરાર થવામાં સફળ

ગાંધીધામ, તા. 6 : ભચાઉના શિકારપુરમાં શાળાની પાછળ આવેલાં એક અવાવરુ મકાનમાંથી પોલીસે રૂા. 73,584નો શરાબ જપ્ત કર્યો હતો. જો કે, આરોપી હાથમાં આવ્યો ન હતો. સૂરજબારીમાં શાળા પાછળના ભાગે આવેલાં અવાવરુ મકાનમાં મૂળ સૂરજબારી હાલે સામખિયાળીમાં રહેનાર દાઉદ ઉર્ફે દાદલો કાદર મુલ્લા નામના શખ્સે દારૂ રાખ્યો હોવાની પૂર્વ બાતમી પોલીસને મળી હતી. આ બાતમીના આધારે પોલીસ ખંડેર મકાનમાં ગઇ હતી, પરંતુ પોલીસ આવતી હોવાની ગંધ આવી જતાં આ આરોપી પોતાનો મોબાઇલ ત્યાં મૂકી દઇને ત્યાંથી નાસી ગયો હતો. દરમ્યાન અહીંથી વાઇટ લેસ વોડકા 750 મિ.લિ.ની 84 બોટલ તથા વાઇટ લેસ વોડકા 180 મિ.લિ.ના 94 અને વાઇટ લેસ જામુન વોટકાના 180 મિ.લિ.ના 46 ક્વાર્ટરિયા એમ કુલ રૂા. 73,584નો શરાબ જપ્ત કરવામાં આવ્યો હતો. આ શખ્સે ક્યાંથી ? કોની પાસેથી દારૂ મગાવ્યો હતો તે સહિતની વિગતો માટે તેને પકડી પાડવા આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. 

Panchang

dd