• રવિવાર, 17 મે, 2026

બીએસએફ દ્વારા કુંડી બેટ પરથી ચરસનાં 10 પેકેટ જપ્ત

નલિયા, તા. 6 : બુધવારે, બીએસએફની પેટ્રાલિંગ પાર્ટીને નારાયણ સરોવર નજીક કુંડી બેટ પરથી દરિયામાં તણાઈ આવેલાં ચરસનાં 10 પેકેટ મળ્યાં હતાં. બીએસએફ દ્વારા આ પેકેટો જપ્ત કરવામાં આવ્યાં હતાં અને નારાયણ સરોવર પોલીસ સ્ટેશનમાં જમા કરાવવામાં આવ્યાં હતાં. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, દ્વારકા અને ઓખાના દરિયાકાંઠે પણ ચરસનાં આવાં છૂટાછવાયાં પેકેટો મળી આવ્યા હોવાના અહેવાલ છે. 

Panchang

dd