• રવિવાર, 17 મે, 2026

જખૌ મરીન પોલીસે RDX સાથે શંકાસ્પદ બોટ ઝડપી પાડી

નલિયા ,તા 5 : `સાગર  કવચ (ગુજરાત)' કવાયત અંતર્ગત મંગળવારે જખૌ મરીન પોલીસે ખીદરત ટાપુ નજીકથી `યા વારિસ પિયા' નામની એક શંકાસ્પદ બોટને ઝડપી પાડી હતી. બોટમાંથી આરડીએક્સ જેવા જણાતા બે બોક્સ મળી આવ્યાં હતાં. પોલીસ મહાનિરીક્ષક, ઇન્ટેલિજન્સના ઇનપુટ આધારે, વહેલી સવારના આ બોટને આંતરી બોટમાં સવાર કુલ પાંચ લોકોને ઝડપી લેવાયા હતા. તપાસમાં આરડીએક્સ બોક્સ મળ્યા બાદ, ક્રૂ મેમ્બરોનાં આઈડી કાર્ડ તપાસતાં તેઓ `સાગર કવાયત'ના `રેડફોર્સ' સભ્યો હોવાનું બહાર આવ્યું હતું. આ સમગ્ર ઘટના કવાયતનો જ એક ભાગ હતી. જખૌ મરીનના પી.આઈ. વી.એમ. ઝાલાની ટીમે આ ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડયું હતું. 

Panchang

dd