ભુજ, તા. 4 : શહેરના કેમ્પ એરિયાના વાઘેશ્વરી
ચોક વિસ્તારમાં જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમતા ત્રણ મહિલા સહિત ચાર ખેલીને પોલીસે
ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરી છે. બી-ડિવિઝન પોલીસે આજે સાંજે કેમ્પ એરિયાના વાઘેશ્વરી ચોકમાં સૂર્યવંશી પ્રોવિઝન
સ્ટોરવાળી ગલીમાં જાહેરમાં ગંજીપાના વડે ટોકનથી હાર-જીતનો જુગાર રમતા મોહમદ મેરાજ ફકીરમામદ
અંસારી, હનીફાબેન રસુલ મિયાણા, સલમાબેન અનવરભાઇ શેખ, બબીબેન કાનજી મકવાણા (રહે. ચારે
ભુજ)ને રોકડા રૂા. 13,400, ગંજીપાના
તથા વિવિધ રંગના ટોકન સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી હતી.