ભુજ, તા.
10 : કચ્છના યુવાનોમાં
નશાની બદી વ્યાપક બની છે. ત્યારે ગઇકાલે એસઓજીએ માધાપરમાંથી ભુજના ઇકબાલ આદમ માંજોઠીને માદક પદાર્થ ગાંજાનો જથ્થો 324.5 ગ્રામ કિ. રૂા. 16,225ના મુદ્માલ સાથે ઝડપી લીધો હતો. પશ્ચિમ
કચ્છ એસઓજીએ જાહેર કરેલી વિગતો મુજબ ગઇકાલે રાત્રે બાતમીના આધારે આર્મી કેમ્પના રોડ
પર રમેશ લાઇટ મંડપની આગળ ઉભેલા આરોપી ઇકબાલ
આદમ માંજોઠી (રહે. પીરવાળી શેરી, કેમ્પ એરિયા, ભુજ)ને તેના
કબજાની એકટીવા નં. જી.જે. 12 એચબી 9102 વાળીની ડિકીમાં
ઝીપલોકવાળી નાની-મોટી 16 કોથળીઓમાં માદક પદાર્થ ગાંજાનો જથ્થો 324.5 ગ્રામ કિ. રૂા. 16,225 મળી આવ્યો હતો. ઇકબાલને માદક પદાર્થ ગાંજો કિ. રૂા. 16,225, એકટિવા કિ. રૂા. 50 હજાર અને એક મોબાઇલ કિ. રૂા. 3,000ના મુદ્માલ સાથે ઝડપી આ ગાજા અંગે પુછતાછ
કરતા તે ગઇકાલે બપોરે અંજારના શીદાસર તળાવની બાજુમાં કાચા ઝુંપડામાં રહેતા એક અજાણ્યા
પાસેથી રૂા. 8400માં ખરીદાયાનું
જણાવ્યું હતું. ઇકબાલ અને અજાણ્યા ઇસમ વિરુદ્ધ માધાપર પોલીસમાં એનડીપીએસ એકટ તળે ગુનો
દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી કરાઇ હતી. આ કામગીરીમાં એસ.ઓ.જી. પશ્ચિમ-કચ્છ પી.આઇ.
શીંગરખીયા, તથા પીએસઆઇ ટી.બી. રબારી, એસએસઆઇ. નરેન્દ્રસિંહ
જાડેજા, દશરથભાઇ ચાવડા, નરેન્દ્રસિંહ ઝાલા,
રજાકભાઇ સોતા, દિનેશભાઇ ગઢવી, હેકો. રઘુવીરસિંહ જાડેજા, પ્રકાશભાઇ ચૌધરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, ભાવેશભાઇ ચૌધરી, મહિપતસિંહ સોલંકી તથા કોન્સ. દિનેશભાઇ
ચૌધરી જોડાયા હતા. સાત માસ પૂર્વે આજ એકટિવાની ડિકીમાં રાખેલા એમ.ડી. ડ્રગ્સ સાથે ઇકબાલ
દબોચાયો'તો સાત માસ પૂર્વે ગત તા. 7-6-25ના ભુજિયા ડુંગરની તળેટીમાંથી એસઓજીએ બાતમીના
આધારે આજ આરોપી ઇકબાલ માંજોઠીને એજ એકટિવા નં. જી.જે. 12 એચ.બી. 9102 વાળીની ડિકીમાં રખાયેલા માદક પદાર્થ મેફેડ્રોન (એમ.ડી) ડ્રગ્સ
3.5 ગ્રામ સાથે દબાચાયો
હતો. જે તે સિવાય તેની તથા સહઆરોપી વસીમ આમદ જુણેજા (રહે. ભુજ) વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ
મથકે ગુનો દાખલ થયો હતો.