• રવિવાર, 25 જાન્યુઆરી, 2026

ગાંધીધામ પોલીસે 37 હજારનો શંકાસ્પદ ડીઝલનો જથ્થો ઝડપ્યો

ગાંધીધામ, તા. 10 : અહીંની  બી-ડિવિઝન પોલીસ  ટીમે  રૂા. 37800નો ચોરાઉ મનાતો શંકાસ્પદ ડીઝલનો જથ્થો ઝડપી પાડયો હતો. પોલીસે રિક્ષા ચેમ્પિયન  જીજે- 04- એક્સ- 0023  વાહનમાં શંકાસ્પદ ડીઝલનો જથ્થો ગુડ્સ સાઈટ પુલિયાથી આદિપુર તરફ જઈ રહ્યો હોવાની પૂર્વ બાતમીના આધારે  ટાગોર રોડ ઉપર આ વાહને રોકાવ્યું હતું. વાહનની છાનબિન દરમ્યાન  35 લિટરના ડીઝલના 12 કેરબા મળી આવ્યા હતા, જેની કિં. રૂા. 37,800 આંકવામાં આવી હતી. પકડાયેલા આ જથ્થા અંગે જતિનસિંહ ભગીરથસિંહ વાઘેલા જરૂરી આધાર-પુરાવા રજૂ કરવામાં અસમર્થ રહેતાં  પોલીસે આ જથ્થાને હસ્તગત લીધો હતો. પોલીસે કુલ રૂા. 1,07,800નો મુદ્દામાલ કબજે લઈને વધુ તપાસ આરંભી છે.   

Panchang

dd