ભુજ, તા. 10 : અંજાર-ભુજ ધોરીમાર્ગ પરના સૈયદપર
પાટિયા પાસે ગઈકાલે બપોરે બાઈક સ્લીપ થઈ ડિવાઈડર સાથે અથડાતાં તેના ચાલક 38 વર્ષીય યુવાન રાજાભાઈ રામાભાઈ
રબારી (રહે. રતનાલ, તા. અંજાર)નું
માથામાં ગંભીર ઈજાના પગલે મોત નીપજ્યું હતું. આ અકસ્માત અંગે આજે પદ્ધર પોલીસ મથકે
જાહેર કરાયેલી વિગતો મુજબ ગઈકાલે રતનાલના રાજાભાઈને ભુજમાં કામકાજ માટે જવા તેના ભત્રીજા
પાસેથી યામાહાની બાઈક નં. જીજે-12-ઈપી-7850 લીધી હતી.
અંજાર-ભુજ ધોરીમાર્ગે પપ્પુ ફાર્મ સૈયદપર પાટિયા પાસે બાઈક સ્લીપ થતાં રોડના ડિવાઈડર સાથે અથડાતાં શરીરે તથા માથામાં ગંભીર ઈજાના પગલે
તેમનું મોત નીપજ્યું હતું. રાજાભાઈ પોતાના કબજાની બાઈક પૂરપાટ બેદરકારીથી ચલાવી કાબૂ
ગુમાવતાં સ્લીપ થતાં ગંભીર ઈજા થતાં તેની સામે પોતાનું મોત નીપજાવ્યા અંગેનો ગુનો પદ્ધર
પોલીસે દાખલ કર્યો છે.