• ગુરુવાર, 15 જાન્યુઆરી, 2026

ગાંધીધામમાં ગોડાઉનમાંથી 23 હજારનાં અનાજની તસ્કરી

ગાંધીધામ, તા. 10 : શહેરનાં ગોડાઉનમાંથી ત્રણ અજાણ્યા શખ્સે રૂા. 23,570ના અનાજની બોરીઓની ચોરી કરી હોવાનો બનાવ પોલીસ દફ્તરે નોંધાયો હતો. કલ્પતરુ લોજિસ્ટિક કંપની ગોડાઉન નં. 6 (સતગુરુ કાંટાની પાસે)માં ગત તા. 11/12/2025થી તા. 9/1/2026ના અરસામાં બે વખત ચોરીનો બનાવ બન્યો હતો. આ અંગે એકમના દિનેશભાઈ કેશવજી મહેશ્વરીએ  ત્રણ અજાણ્યા આરોપીએ સામે ગુનો નોંધાવ્યો હતો. પોલીસ સત્તાવાર સાધનોએ  વિગતો આપતાં જણાવ્યું હતું કે, ગત તા. 11/12/2025ના તસ્કરો કંપની પાછળનું શટર ઊંચું  કરી અંદર પ્રવેશી કાબુલી ચણા 30 કિલોની બે બોરી કિં. રૂા. 6900, તુવેરદાળની 30  કિલોની ત્રણ બોરી કિં. રૂા. 8550, રોયલ સમ્રાટ ચણા દાળની એક બોરી કિં. રૂા.  2145 તથા ગત તા. 9/1/2026ના  મકાઈ દાણા 50 કિલો ચાર બોરી  કિં. રૂા. 4100, સિંગદાણાની 25 કિલોગ્રામની એક બોરી રૂા. 1875  સાથે કુલ રૂા. 23 570 ની માલમતાની ચોરી કરી હતી. ચોરીની ઘટના સી.સી.ટી.વી. કેમેરામાં કેદ થઈ હતી. આ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આરંભી છે.  

Panchang

dd