ગાંધીધામ, તા. 9 : અંજાર પોલીસે નવાનગર સ્મશાન
પાસે એક મકાન આગળ ઉભેલી કારમાંથી રૂા. 43,200નો શરાબ જપ્ત કર્યો હતો તેમજ મોમાઇ નગરમાં એક મકાનમાંથી રૂા.
41,950ના દારૂ સાથે શખ્સને પકડી પાડયો
હતો. આ બે કાર્યવાહીમાં રૂા. 85,150નો દારૂ કબજે
કરાયો હતો. અંજાર નવાનગર સ્મશાન પાસે રહેનાર મોસીન ઉર્ફે બિલાલ જુસબ હિંગોરજા નામના
શખ્સે દારૂ મંગાવી સગેવગે કરવાની તૈયારીમાં હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસ અહીં
પહોંચી હતી, પરંતુ ત્યારે આરોપી ગેરહાજર
મળ્યો હતો અને કારમાં ચાવી લાગેલી જણાઇ આવી હતી. કારની પાછળની સીટ તથા ડેકીની તપાસ
કરાતાં તેમાં દારૂ મળી આવ્યો હતો. કાર નંબર જી.જે. 12 ઇઇ-2856માંથી ગ્રીન લેબલ 750 મિ.લી.ની 12 બોટલ, 180 મિ.લી.ના
40 ક્વાર્ટરિયા, 8 પી.એન.ની
750 મિ.લી.ની 7 બોટલ,
180 મિ.લી.ના 48 ક્વાર્ટરિયા એમ કુલ રૂા. 43,200નો શરાબ જપ્ત કરાયો હતો. વધુ
એક કાર્યવાહી મોમાઇ નગર વિસ્તારમાં એક મકાનમાં કરવામાં આવી હતી. આ મકાનમાંથી થારૂભા
લાખાભા ગઢવી નામના શખ્સને પકડી પાડવામાં આવ્યો હતો. તેમજ મકાનમાંથી મેજીક મોમેન્ટ ગ્રીન
એપલ 750 મિ.લી.ની 12 બોટલ, રોયલ સ્ટેગ 180 મિ.લી.ના 68 ક્વાર્ટરિયા તથા ગ્રીન લેબલના
26 ક્વાર્ટરિયા જપ્ત કરાયો હતો.
જોકે, ફોર સેલ ઇન પંજાબ, રાજસ્થાન
લખેલો આ માલ ક્યાંથી આવ્યો હતો તે પોલીસ ઓકાવી શકી નહોતી.