• રવિવાર, 25 જાન્યુઆરી, 2026

મસ્કા ચેકપોસ્ટ પર વાહન તપાસમાં રહેલી પોલીસ પર હુમલ કરનારા સામે ગુનો

ભુજ, તા. 9 : માંડવી તાલુકાની મસ્કા ચેકપોસ્ટ પર કોમ્બિંગ નાઈટ દરમિયાન હાથ ધરાયેલી વાહન તપાસની કામગીરી સમયે શિરાચાવાસી સહિત બે શખ્સે ફરજ પરના પોલીસ કર્મચારીને ગાળો આપવા સાથે ઝપાઝપી કરી હતી. આ મામલે માંડવી મરીન પોલીસે ફરજમાં રૂકાવટ કરનારા બંને શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.પોલીસે આપેલી વિગતો મુજબ, જનરલ કોમ્બિંગ નાઈટ દરમિયાન માંડવી મરીન પોલીસ મસ્કા ચોકડી ચેકપોસ્ટ પર વાહન તપાસમાં હતી, તે દરમિયાન સલાયાથી મસ્કા તરફ આવતા એક્ટિવાચાલક પ્રકાશ અમરશી કોલીને રોકાવ્યો હતો અને વાહનના આધાર-પુરાવા માગ્યા હતા, જે નહોતાં, તેથી તેણે કોઈને ફોન કરતાં તેનો મિત્ર હિમાંશુ અરવિંદ ગોસ્વામીએ એક્ટિવા ડિટેઈન કરવી છે તેમ કહી ફરજ પર રહેલા કર્મચારીઓને ગાળો આપી હતી, જેની ના પાડતાં બંને શખ્સ ઉશ્કેરાયા હતા અને હુમલો કર્યો હતો. આથી પોલીસે બંને સામે ગુનો નોંધી વાહન ડિટેઈન કરવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. 

Panchang

dd