• રવિવાર, 25 જાન્યુઆરી, 2026

વરસામેડી વેલસ્પન ગર્લ્સ હોસ્ટેલમાં યુવતીનો આપઘાત

ગાંધીધામ / ભુજ, તા. 9 : અંજારના વરસામેડી પાસે વેલસ્પન ગર્લ્સ હોસ્ટેલમાં કરિશ્મા રામજી (ઉ.વ. 22) નામની યુવતીએ ગળેફાંસો ખાઇ પોતાનો જીવ દીધો હતો. બીજીબાજુ ગાંધીધામમાં આદિપુરના પરેશ કાનજી પ્રજાપતિ (ઉ.વ. 21) નામના યુવાનની લાશ મળી આવી હતી. બીજીતરફ અબડાસા તાલુકાના સાંયરામાં સામજી રામજીભાઇ કોલી (ઉ.વ. 19) નામના યુવકે અગમ્ય કારણે ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. વરસામેડી સ્થિત ગુજરાત કોલોની વેલસ્પન ગર્લ્સ હોસ્ટેલ બ્લોક એચ-રૂમ નંબર 106માં આપઘાતનો બનાવ બન્યો હતો. આ રૂમમાં ઉત્તરપ્રદેશની યુવતી કરિશ્મા રહેતી હતી. કંપનીમાં કામ કરનાર આ યુવતી ગઇકાલે પોતાના રૂમ ઉપર હતી, દરમ્યાન તેણે ગળેફાંસો ખાઇ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. તેના પરિવારજનો ઉત્તરપ્રદેશથી નીકળી ગયા છે, તે અહીં આવે બાદમાં બનાવ પછવાડેનું કારણ બહાર આવે તેમ હોવાનું પોલીસે જણાવ્યું હતું. બીજીબાજુ ગાંધીધામના સેક્ટર-1 વિસ્તારમાં મોડર્ન શાળા પાછળ અયપ્પા મંદિર પાસે બન્યો હતો. આદિપુરના તિરૂપતિનગર વિસ્તારમાં રહેનાર પરેશ પ્રજાપતિ નામનો યુવાન અયપ્પા મંદિર બાજુ હતો. દરમ્યાન, તેનું કોઇ કારણોસર મોત થયું હતું. પ્રાથમિક દૃષ્ટિએ હૃદયરોગના હુમલાથી તેનું મોત થયું હોવાનું સામે આવ્યું છે, જેની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. બીજીબાજુ સાંયરામાં રહેતા હતભાગી સામજી નામના યુવકે કોઇ અકળ કારણે પોતાના ઘરે જ ગળેફાંસો ખાઇને જીવન ટૂંકાવ્યું હતું. આ મામલે કોઠારા પોલીસે અકસ્માત મોતની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે. 

Panchang

dd