• બુધવાર, 03 ડિસેમ્બર, 2025

સુખપર (વિરાણી)માં ભેંસોને પાણી પીવડાવા બાબતે કુહાડી ઝીંકી

નખત્રાણા, તા. 2 : તાલુકાના સુખસર (વિરાણી) ગામની સીમતળમાં આવેલાં બાંભડાઈ તળાવમાં પોતાની ભેંસોને પાણી પીવડાવવા ગયેલા સુખપર ગામના મીઠુ તમાચી જોગી (ઉ.વ. 61) સાથે તેમના જ પરિવારના કાકાઈ ભાઈ વાઘજી મૂળજી જોગીએ ભેંસોને પાણી પીવડાવવાની બાબતે થયેલી બોલાચાલીમાં વાઘજીએ કાકાઈ ભાઈ મીઠુ તમાચી ઉપર કુહાડીથી હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી. મીઠુ ઘાયલ થતાં તેને લોહીલુહાણ હાલતમાં નખત્રાણા સરકારી દવાખાને સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો, તેને પ્રાથમિક સારવાર અપાયા બાદ વધુ સારવાર માટે ભુજ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. ઘટના અંગે નખત્રાણાના પી.એસ.આઇ. રાજેશ બેગડિયાએ બનાવની માહિતી આપી હતી. બનાવ અંગે ફરિયાદ ઘાયલ મીઠુના પુત્ર કિશન જોગીએ પોલીસને નોંધાવી હતી.

Panchang

dd