ભુજ, તા. 2 : ગઈકાલે
રાત્રે શહેરના આર્મી કેમ્પની દીવાલ કૂદીને ઘૂસેલા શખ્સને આર્મીના ગાર્ડસે ઝડપી પાડયો
હતો. આ અંગે બી-ડિવિઝન પોલીસ મથકે આર્મીમાં નાયબ સુબેદાર તરીકે નોકરી કરતા દેવેન્દ્રસિંઘજી
ઠાકુરે જાહેર કરેલી વિગતો મુજબ તેઓ ગઈકાલે તા. 1/12 રાત્રે
ભુજ આર્મી કેમ્પસમાં પેટ્રોલિંગમાં હતા, ત્યારે રાત્રે પોણા 11ના અરસામાં આર્મી કેમ્પસની દીવાલ કૂદી ચોરીછૂપીથી ઘૂસેલા
શખ્સને ઝડપી પાડયો હતો, તેનું નામ પૂછતાં તે રાકેશકુમાર રવીન્દરસિંહ રોશન (રહે. પરસન બિગહા,
પિંજરાવા, તા. કુર્થા, જિ.
અરવલ-બિહાર) હોવાનું જણાવ્યું હતું. પ્રાથમિક પૂછતાછમાં ગલ્લા-તલ્લા કરતો હોઈ આજે બી-ડિવિઝન
પોલીસ મથકે લાવી તેની વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધાવ્યો છે.