• બુધવાર, 03 ડિસેમ્બર, 2025

ડુમરામાં યુવાનની હત્યાના કેસમાં આરોપીના જામીન નામંજૂર

ભુજ, તા. 2 : ગત વર્ષે અબડાસાના ડુમરા ખાતે 27 વર્ષીય યુવાન ઇરફાન મામદ સુમરા ઉપર પાઇપથી હુમલો કરી તેની હત્યા નીપજાવવાના ગુનામાં આરોપીના જામીન નામંજૂર થયા છે. આ હત્યા કેસના આરોપી યુવરાજસિંહ ઉર્ફે ઇલુ નરેન્દ્રસિંહ નટુભા જાડેજાએ નિયમિત જામીન અરજી મળવા અરજી ભુજના સાતમા અધિક સેશન્સ કોર્ટના જજ એન. પી. રાડિયાએ જામીન અરજી રદ્દ કરી હતી. આ કેસમાં સરકારી વકીલ સુરેશ એ. મહેશ્વરી તથા મૂળ ફરિયાદ તરફે ધારાશાત્રી જિજ્ઞેશ એચ. બારોટ હાજર રહી જામીન અંગે વાંધા લીધા હતા.

Panchang

dd