ભુજ, તા. 1 : ચોરીના
મોટા કેસમાં ફસાવી દેવાની ધાક-ધમકી આપી પાંચ હજાર બળજબરીથી કઢાવી વધુ નાણાંની માગણી
કરનારા ત્રણ આરોપી વિરુદ્ધ ગુનો નોંધાયો હતો, જેમાં બે આરોપીને એલસીબીએ ઝડપી પાડયા
હતા. આ કેસ અંગે હાલ ભુજ મૂળ તામિલનાડુના ચેતનભાઈ ખરાશંકર કોર (ગોર)એ ગઈકાલે માનકૂવા
પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, જેમાં આરોપી ઉમેશ પટેલ તરીકે
પોતાનું નામ આપનાર રફિક જુણસ નોડે (ભુજ)એ કાવતરું રચી `ગ્રાઈન્ડર' એપમાં ફરિયાદીને હાયનો મેસેજ મોકલી
એકાંતમાં મળવાની વાત કરી ફળિયાંની સીમમાં તા. 28/11ના બોલાવી આરોપી રફિક સાથે અન્ય આરોપી રસીદ હુસેન સમા, અબ્દુલ લતીફ નોડે (રહે. બન્ને રતિયા)એ ફરિયાદીને ચોરીના મોટા કેસમાં ફસાવી
દેવાની ધમકી આપી મારપીટ કરી રૂા. 20,000ની
માગણી કરી હતી અને બળજબરીથી પાંચ હજાર કઢાવી બાકીનાં નાણાં કઢાવવા અવાર-નવાર ફોન કરી
ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી હતી. આ કેસના નાસતા બે આરોપી રસીદ અને અબ્દુલને એલસીબીએ
આજે ઝડપી માનકૂવા પોલીસને સોંપ્યા હતા.