• મંગળવાર, 02 ડિસેમ્બર, 2025

તુંબડીમાંથી વધુ વાયર તફડાયાની ફરિયાદ

ભુજ, તા. 1 : મુંદરા તાલુકાના મોટી અને નાની તુંબડીમાં પવનચક્કી માટેના થાંભલાઓ ઉપરથી એક લાખના વાયરની ચોરી થયાની ફરિયાદ ગઈકાલે નોંધાયા બાદ આજે વધુ  એક લાખ 10 હજારના વાયરની ચોરીની ફરિયાદ નોંધાઈ છે. આ અંગે આજે પ્રાગપર પોલીસ મથકે અન્ય પેટા કોન્ટ્રાક્ટરે નોંધાવેલી ફરિયાદ મુજબ મોટી તુંબડીની સીમમાં સર્વે નં. 34વાળીએ લાગેલા 13 થાંભલામાંથી એલ્યુમિનિયમના 1100 મીટર વાયર જેની કિં. રૂા. 1,10,000ની કોઈ અજાણ્યા ચોર ઈસમોએ તા. 26/10ની રાતથી બીજા દિવસની સવાર સુધી ચોરી કર્યાની ફરિયાદ નોંધાવી છે.

Panchang

dd