ભુજ, તા. 1 : તાલુકાના
ઝુરા ગામે ચાલતા દેશી દારૂના હાટડા ઉપરની યુવતીએ ત્રાટકીને દારૂના સેવન સાથેનો વીડિયો
સોશિયલ મીડિયામાં વાયરલ કરતાં ચકચાર પ્રસરી છે. આ અંગે પોલીસમાં ગુનો દાખલ થયો છે.
ઝુરા ગામે ચાલતા દેશી દારૂના અડ્ડાને લઈને આ યુવતીએ ગામના આગેવાનોને અગાઉ રજૂઆત કરવા
છતાં કોઈ કાર્યવાહી ન થતાં તેણે બીડું ઝડપીને દેશી દારૂના હાટડા પર ત્રાટકીને ત્યાં
થતાં દેશી દારૂની કોથળીઓ અને સેવન સાથેના વીડિયો ઉતારી વાયરલ કર્યા હતા. આ અંગે માધાપર
પોલીસનો સંપર્ક સાધતાં આ બનાવનો ગુનો દાખલ થઈ ગયાનું પોલીસે જણાવ્યું હતું.