ગાંધીધામ, તા. 1 : શહેરના
કાર્ગો વિસ્તારમાં અગાઉ ગળેફાંસો ખાઈ જીવ દેનાર યુવતીનાં પ્રરકણમાં સુંદરપુરીના એક
શખ્સ સામે પોલીસ મથકે ગુનો દર્જ થયો હતો. શહેરના કાર્ગો વિસ્તારમાં રહેનાર કિંજલ નામની
21 વર્ષીય યુવતીએ ગત તા. 24/10ના ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટુંકાવી લીધું હતું.
કાસેઝની કંપનીમાં કામ કરનાર આ યુવતીએ પોતાના મોબાઈલમાં માય હાર્ટ સેવ કરેલ મોબાઈલ નંબર
મળ્યા હતા, તેના ગૂગલ પે ખાતાની તપાસ કરતાં આ યુવતીએ આ શખ્સને જુદી-જુદી
રીતે રૂા. 24,832 આપ્યા હોવાનું
બહાર આવ્યું હતું. ખાતા ધારકના નામની તપાસ કરતાં તે સુંદરપુરીનો વિશાલ જલા પરમાર હોવાનું
બહાર આવ્યું હતું. આ શખ્સ યુવતી સાથે પ્રેમસંબંધ રાખી તેની પાસેથી વારંવાર રૂપિયાની
માગણી કરી હેરાન-પરેશાન કરતો હતો. આ શખ્સના ત્રાસના કારણે યુવતીએ અંતિમ પગલું ભરી લીધું
હોવાનું પોલીસ મથકે લખાયેલી ફરિયાદમાં જણાવાયું હતું.