• શુક્રવાર, 14 નવેમ્બર, 2025

વડસર માર્ગે બાઇકસવાર વૃદ્ધને ટ્રેઇલરે અડફેટે લેતાં સારવારમાં મોત

ભુજ, તા. 13 : અબડાસાના વડસર માર્ગે ગત તા. 8/11ના બાઇકસવાર સુખપર (તા. અબડાસા)ના વૃદ્ધ ગોવિંદભાઇ લાલજીભાઇ ભાનુશાલીને ટ્રેઇલરે અડફેટે લેતાં તેમનું ગંભીર ઇજાના પગલે સારવાર દરમ્યાન મૃત્યુ નીપજ્યું હતું. વડસર રોડ પર થયેલા અકસ્માત અંગે આજે વાયોર પોલીસ મથકે મૂળ સુખપર (તા. અબડાસા) હાલે પૂર્વ-મુંબઇ રહેતા 47 વર્ષીય રમેશભાઇ ગોવિંદભાઇ ભાનુશાલીએ નોંધાયેલી ફરિયાદ મુજબ ગત તા. 8/11ના તેમના પિતા ગોવિંદભાઇ તેમના કબજાની બાઇક નં. જી.જ. 16-બી.એમ. 4700 લઇને નલિયાથી પોતાના ઘરે સુખપર આવી રહ્યા હતા ત્યારે વડસર ગામ મૂકીને ગોલાઇમાં સામેથી ટ્રેઇલર નં. જી.કે. 12-ડી.ઝેડ. 5899ના ચાલકે પોતાના કબજાનો ટ્રેઇલર બેદરકારીપૂર્વક ચલાવી તેમના પિતા ગોવિંદભાઇની બાઇકને અડફેટે લેતાં તેઓ રોડ પર પડી જતાં ગંભીર ઇજા પહોંચી હતી. આ બાદ સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. પોલીસે ટ્રેઇલરચાલક વિરુદ્ધ માર્ગ અકસ્માતમાં મૃત્યુ નીપજાવ્યા અંગેનો ગુનો દાખલ કરી છાનબીન આદરી છે.

Panchang

dd