• રવિવાર, 07 ડિસેમ્બર, 2025

અંજારમાં કિશોરીએ પંખામાં સાડી બાંધી ગળે ફાંસો ખાધો

ગાંધીધામ, તા. 10 : અંજારના દબડા-રાઘવનગર વિસ્તારમાં રહેનાર શ્રુતિ દશરથગિરિ ગોસ્વામી (ઉ.વ. 15) નામની કિશોરીએ ગળેફાંસો ખાઈ પોતાનો જીવ દીધો હતો. બીજી બાજુ આદિપુરમાં ઘરના પાણીના ટાંકામાં પડી જતાં તેજભારતી જેરામભારતી ગોસ્વામી (ઉ.વ. 65)એ જીવ ખોયો હતો. અંજારના રાઘવનગરમાં રહેનાર કિશોરી શ્રુતિ ગઈકાલે રવિવારે સવારે પોતાના ઘરે હતી, દરમ્યાન કોઈ અગમ્ય કારણોસર તેણે પંખામાં સાડી બાંધી ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. બનાવને પગલે ભારે ગમગીની પ્રસરી હતી. પોલીસે બનાવ અંગે નોંધ કરી કેવા કારણોસર તેણે છેલ્લું પગલું ભર્યું હશે, તેની આગળની વધુ તપાસ હાથ ધરી છે. બીજી બાજુ આદિપુરના ટી.ડી.એક્સ. વિસ્તારમાં અપમૃત્યુનો બનાવ બન્યો હતો. અહીં મકાન નંબર 264માં રહેનાર તેજભારતી નામના વૃદ્ધ ગત તા. 9/11ના સાંજે પોતાના ઘરે હતા, દરમ્યાન કોઈ કારણોસર ઘરમાં પાણીના ટાંકામાં પડી જતાં ડૂબી જવાથી તેમણે પોતાનો જીવ ખોયો હતો.

Panchang

dd