• રવિવાર, 07 ડિસેમ્બર, 2025

ભુજમાં તીનપત્તીનો જુગાર રમતા સાત ખેલી પકડાયા

ભુજ, તા. 10 : શહેરના અંજલિનગર પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા સાત ખેલીને રોકડા રૂા. 59,760ના મુદ્દામાલ સાથે એલ.સી.બી.એ ઝડપી પાડયા હતા. ગઇકાલે રાત્રે એલ.સી.બી.ની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે, સુરલભિટ્ટ રોડ જૂના સરકારી ગોદામની બાજુમાં અંજલિનગર ખાતે સ્ટ્રીટલાઇટના અજવાળે અમુક ઇસમો જાહેરમાં જુગાર રમી રહ્યા છે. આ બાતમીના આધારે દરોડો પાડતાં તીનપત્તીનો જુગાર રમતા કાસમ ઉર્ફે કાસુ ઉર્ફે કિસ્ટો હાજી મોખા, બસીર હારૂનભાઇ મમણ, ઉમર અલાના ભટ્ટી, આરીફ દાઉદ કુંભાર, જુણસ સુલેમાન કુંભાર, ઇબ્રાહિમ ઇસ્માઇલ સોઢા અને લતીફ ઇબ્રાહીમ મોખા (રહે. તમામ ભુજ)ને રોકડા રૂા. 59,760ના મુદ્દામાલ સાથે ઝડપી બી-ડિવિઝન પોલીસ મથકે ગુના દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરાઇ હતી.

Panchang

dd