ગાંધીધામ, તા. 10 : અંજાર
તાલુકાના રાપર ખોખરામાં ખાનગી કંપનીના પ્લાન્ટમાંથી તસ્કરોએ જુદા જુદા સામાનની તસ્કરી
કરી હતી. રાપર ખોખરામાં એલ એન્ડ ટી કંપનીનું પાઇપ લાઇનનું કામ ચાલી રહ્યું છે જે માટે
એમ.પી.એસ.-બે ખાતે સ્ટોરરૂમ બનાવાયું છે જેમાં કંપનીએ જુદો જુદો સામાન સંગ્રહ કરી રાખ્યો
છે. આ સ્ટોરમાંથી તસ્કરોએ ટ્રાનન્સફોર્મર બહાર ત્રણ કેબલ બોક્સની અંદરની કોપર બસ બાર, બે ટ્રાન્સફોર્મર પરથી બોલ્ટ ખોલી તેમાંથી વાયડિંગ, ગ્લેન્ડસ,
લગ્સ નંગ 29736, પટ્ટી
270 મીટર, મોટરનો 180 મીટર વાયર મળીને લાખોના સામાનની ચોરી કરી હતી. બનાવ
અંગે હનમંતરાવ લક્ષ્મણરાવ ચીટીપ્રોલુએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ગત તા. 15/8થી 16/8 દરમ્યાન
બનેલ બનાવ અંગે પોલીસે આજે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.