• બુધવાર, 12 નવેમ્બર, 2025

અમેરિકા અણુ પરીક્ષણની તૈયારીમાં !

નવી દિલ્હી, તા. 4 : પરમાણુ હથિયારો પર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનાં તાજાં નિવેદને દુનિયામાં ઉચાટ ફેલાવી દીધો છે. ટ્રમ્પના 33 વર્ષે આદેશ બાદ અમેરિકાની સેનાએ પરમાણુ મિસાઇલનાં પરીક્ષણની તૈયારી તેજ કરી દીધી છે. અમેરિકી વાયુદળના ગ્લોબલ સ્ટ્રાઇક કમાન્ડે મિનટમેન-3 આઇસીબીએમ મિસાઇલ લોન્ચ કરવાની તૈયારી આદરી હોવાનું જાણવા મળે છે.આ પરીક્ષણ આવતીકાલે બુધવારે અથવા ગુરુવારે કરાશે. કેલિફોર્નિયાના વાંડેનબર્ગ સ્પેસ ફોર્સ બેઝ પરથી છોડવાની તૈયારી છે. જો કે, આ મિસાઇલ વગર હથિયારો છોડાશે. માર્શલ ટાપુ સમૂહના કાજલીન એપેલ પર રોનાલ્ડ રિગન બેલેસ્ટિક મિસાઇલ સંરક્ષણ પરીક્ષણ સાઇટને નિશાન બનાવશે. આ એક રાબેતા મુજબનું પરીક્ષણ છે, જેની મદદથી મિસાઇલની વિશ્વસનીયતા તેમજ સજ્જતાની ચકાસણી થશે. ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પે જણાવ્યું હતું કે, ચીન અને પાકિસ્તાન જેવા દેશ પરમાણુ પરીક્ષણ કરી રહ્યા છે, એ જોતાં અમેરિકાએ પાછળ ન રહેવું જોઇએ. જાણકારોના જણાવ્યાનુસાર, અમેરિકી રાષ્ટ્રપતિની આ પહેલ પાછળનો હેતુ રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત બનાવવાનો છે. 

Panchang

dd