• ગુરુવાર, 13 નવેમ્બર, 2025

પાલારા જેલમાંથી પેરોલ ઉપર છૂટેલો અંજારનો પાકા કામનો કેદી ફરાર

ભુજ, તા. 4 : અંજારનો પાકા કામનો કેદી પાલારા ખાસ જેલમાંથી પેરોલ ઉપર છૂટયા બાદ હાજર ન થતાં તેને ફરાર જાહેર કરાયો છે. આ અંગે બી-ડિવિઝન પોલીસ મથકે પાલારા ખાસ જેલના જેલર બી.કે. જાખલે નોંધાવેલી ફરિયાદ મુજબ જેલના પાકા કામના કેદી જયંતી ઉર્ફે હફલો માવજી સોરઠિયા (રહે. વિજયનગર, અંજાર)ની સાત દિન પેરોલની રજા મંજૂર થતાં તે તા. 30-9ના પેરોલ પર છૂટયો હતો અને 8-10ના પૂર્ણ થયેલા પેરોલ બાદ હાજર ન થતાં હાઇકોર્ટ અને અંજાર કોર્ટને જાણ કરી હતી અને આ કેદી ફરાર થતાં ફરિયાદ લખાવી છે. પોલીસે પ્રિઝન એક્ટ મુજબ ફરિયાદ દાખલ કરી કાર્યવાહી કરી છે. 

Panchang

dd