ગાંધીધામ, તા. 4 : અંજાર તાલુકાનાં વરસામેડીમાં
બાઈક સ્લીપ થઇ જતાં પુષ્પાબેન નરેશભાઈ રાઠોડનું ગંભીર ઇજાઓથી તત્કાળ મોત નીપજ્યું હતું.
પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ આ બનાવ ગત તા. 1-11ના સાંજે સાત વાગ્યાના અરસામાં
બન્યો હતો. આરોપી નરેશ રાઠોડે પોતાના કબજાનું બાઈક ચલાવતાં સ્લીપ થઈ ગયું હતું. બાઈક
સવાર મહિલાને માથાના ભાગે ઈજા થતાં સારવાર મળે તે પૂર્વે જ તેમનો જીવનદીપ બુઝાઈ ગયો
હતો, જ્યારે આરોપી ચાલકને હળવીથી ગંભીર પ્રકારની
ઇજાઓ પહોંચી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.