• ગુરુવાર, 13 નવેમ્બર, 2025

ભુજમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ખેલી પકડાયા

ભુજ, તા. 4 : શહેરના રેલવે સ્ટેશન પાસેના બાપાદયાળુ નગરમાં વરંડામાં આજે સાંજે તીનપત્તીનો જુગાર રમતા પાંચ ખેલીને પોલીસે ઝડપી લીધા હતા. આજે સાંજે પોલીસને બાતમી મળતાં બાપાદયાળુ નગરમાં અજય જયંતીભાઇ સારોડિયાના વરંડામાં ખુલ્લી જગ્યામાં ગંજીપાના વડે તીનપત્તીનો જુગાર રમતા અજય ઉપરાંત સંજય તાજુભાઇ વાઘેલા, સોમાભાઇ શામજીભાઇ પરમાર, તાજુભાઇ નાનજીભાઇ વાઘેલા અને રાહુલ દળુભાઇ વાઘેલા (રહે. તમામ ભુજ)ને રોકડા રૂા. 17,320ના મુદ્દામાલ સાથે બી-ડિવિઝન પોલીસે ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરી હતી. 

Panchang

dd