• બુધવાર, 12 નવેમ્બર, 2025

બેરાજામાં કન્ટેનરમાં ભારે માલ ઠાલવવા જતાં અકસ્માતમાં યુવાનનું મોત

ભુજ, તા. 13 : ગઇકાલે માંડવી તાલુકાના સોલાર કંપનીમાં ફોર્કલિફ્ટ મશીનના ઓપરેટરની બેદરકારી થકી માલ ઠાલવવા દરમ્યાન અકસ્માતમાં ગજોડના ભાવેશ પચાણભાઇ મહેશ્વરી નામના યુવાનનું ગંભીર ઇજાના લીધે મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે ગજોડના મનજીભાઇ પચાણભાઇ મહેશ્વરીએ આજે પ્રાગપર પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ ગઇકાલે સવારે બેરાજામાં સીએમઇએલ સોલારમાં ફોર્કલિફ્ટ મશીનથી કન્ટેનરમાં ભારે માલ ઠાલવવા દરમ્યાન ભાવેશ કન્ટેનરમાં ઊભો હતો. મશીન ઓપરેટરની બેદરકારી થકી બૂમ છટકતાં ભારે માલ ભાવેશ પર પડતાં માથાના ભાગે ગંભીર ઇજા થતાં તેનું મૃત્યુ નીપજ્યું હતું. ઓપરેટર વિરુદ્ધ પ્રાગપર પોલીસે ફરિયાદ નોંધી તપાસ આદરી છે.

Panchang

dd