• ગુરુવાર, 13 નવેમ્બર, 2025

માતાના ઠપકાથી નીકળી ગયેલી કિશોરીની વહારે અભયમ

ગાંધીધામ, તા. 13 : માતાના ઠપકાથી ઘરેથી નીકળી ગયેલી કિશોરીની મદદે 181 અભયમ ટીમ આવી હતી અને આ કિશોરીનું પરિવાર સાથે સુખદ મિલન કરાવાયું હતું. રવિવારના દિવસે એક જાગૃત નાગરિકે અભયમને ફોન કર્યો હતો અને સમી સાંજે ભચાઉ આસપાસના વિસ્તારમાં કિશોરી ડરેલી હોવાનું જણાવ્યું હતું, જેથી 181 ટીમના કાઉન્સેલર આરતીબેન સેનમા, કોન્સ્ટેબલ વનિતાબેન ત્યાં પહોંચ્યા હતા, ત્યાં કિશોરીનું કાઉન્સેલિંગ કરાતાં પિતા માદક પદાર્થનું સેવક કરતા હોવાનું અને માતા વારંવાર મારકૂટ, ઠપકો આપતા હોવાથી કંટાળીને પોતે નીકળી ગઇ હોવાનું જણાવ્યું હતું. અભયમે તેના પરિવારજનોનો સંપર્ક કરી પરિવારજનોને સમજણ આપી સુખદ મિલન કરાવ્યું હતું. પરિવારજનોએ અભયમનો આભાર વ્યક્ત કર્યો હતો.

Panchang

dd