ભુજ, તા. 13 : અબડાસા
તાલુકાના એક નાનકડાં ગામની મહિલા ગુમ થતાં તેને નખત્રાણા પોલીસે શોધી પરિવાર સાથે
પુન: મિલન કરાવ્યું હતું. આ અંગે નખત્રાણા પોલીસે જાહેર કરેલી વિગતો મુજબ અબડાસા
તાલુકાના એક નાના ગામમાંથી મહિલા ગુમ થઇ હતી. નખત્રાણા પોલીસને બાતમી મળી હતી કે આ
ગુમ મહિલા હાલ નખત્રાણાના બસ સ્ટેશનમાં છે. આથી આ મહિલાનો સંપર્ક કરી તેના નામ-ઠામ
પૂછી તેના પરિવારનો સંપર્ક કરી પરિવાર સાથે પુન: મિલન નખત્રાણા પોલીસે કરાવ્યું
હતું. આ કામગીરીમાં પી.આઇ. એ.એમ. મકવાણાનાં માર્ગદર્શન હેઠળ મહિલા એ.એસ.આઇ.
મીરાંબેન ગઢવી તથા મહિલા કોન્સ. ધુમલબેન દેસાઇ જોડાયા હતા.