ભુજ, તા. 13 : ભારત
સરકારના `સીઅર પોર્ટલ'ની મદદથી ભુજની બી-ડિવિઝન પોલીસે આઠ અરજદારના ગુમ કે ચોરી થયેલા મોબાઇલ
જેની કુલ કિં. રૂા. 2,35,500 શોધી `તેરા
તુજકો અર્પણ' કર્યા હતા. આ અંગે બી-ડિવિઝન પોલીસે જાહેર કરેલી વિગતો મુજબ પી.આઇ. એસ.
એમ. રાણાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ઇન્ચાર્જ પી.એસ.આઇ. એચ. એમ. પટેલ દ્વારા ગુમ
કે ચોરી થયેલા મોબાઇલની આવેલી અરજીઓ અંગે ભારત સરકારના `સીઅર
પોર્ટલ'ના
ઉપયોગથી સતત મોનિટરિંગ રાખી ટેકનિશિયનો અને સ્ટાફની મદદથી આવા આઠ મોબાઇલ જેની કુલે
કિં. રૂા. 2,35,500 શોધી કાઢી જે-તે અરજદાર માલિકોને તેરા
તુજકો અર્પણ કરી પોલીસે સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવ્યું હતું.