• બુધવાર, 12 નવેમ્બર, 2025

વિથોણની બેન્કમાંથી અનેક ખાતેદારોના નાણા ઉપડી ગયાની ફરિયાદ

વિથોણ (તા. નખત્રાણા), તા. 12 : અહીંની અકે માત્ર બેન્ક ઓફ બરોડામાં ખાતું ધરાવતતા 20થી વધુ ખાતેદારોનના ખાતામાંથી લાખો રૂપિયા બારોબાર નીકળી જવાની રાવ ઊઠી છે. બેન્કમાંથી રૂપિયા ઉપડી જવા બાબતે ચાવડકા, ભડલી, થરાવડા અને અન્ય ગામના ખાતેદારો આક્રોશ વ્યક્ત કર્યો છે અને સાયબર ક્રાઈમને ફરિયાદ કરી છે. રૂપિયા ઉપડી જવા બાબતે પ્રવીણસિંહ દાનસંગજી, નરપતસિંહ વાઘજી, મહેન્દ્રસિંહ વગેરે બેન્કને તપાસ કરવા ખાસ ભલામણી કરી હોવાનું જણાવવામાં આવ્યું છે. ખાતેદારોના જણાવ્યા મુજબ બેન્કમાં જમા કરાવેલ રકમની જવાબદારી બેન્કની હોવી જોઈએ જો બેન્ક પોતે જવાબદારી લેવામાં આનાકાની કરે તો ખાતેદારો કોની પાસે ફરિયાદ કરે. ખાતેદારો પોતપોતાના ખાતા બંધ કરાવશે તેવી ચીમકી નરપતસિંહ જાડેજાએ આપી છે. 

Panchang

dd