• બુધવાર, 12 નવેમ્બર, 2025

છેતરપીંડીથી નાણાં મેળવવાના ગુનામાં નાસતો સાળંગપુરનો આરોપી ઝડપાયો

ભુજ, તા. 10 : ગેરકાયદે હવાલા કે છેતરપીંડીથી નાણાં મેળવી અલગ-અલગ બેંકખાતામાં જમા કરાવવા માટે ખોટા દસ્તાવેજોને ખરા તરીકે ઉપયોગ કરવાના ભુજ શહેર એ-ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલા ગુનામાં ધરપકડથી બચવા નાસતા-ફરતા આરોપીને પશ્ચિમ કચ્છ પોલીસની સ્થાનિક ગુનાશોધક શાખાએ ઝડપી પાડયો હતો. પોલીસે આપેલી વિગતો મુજબ, પૂર્વ બાતમીના આધારે હાથ ધરાયેલી કાર્યવાહીમાં આરોપી દિગ્વિજય સુરેશભાઈ ગીડા (રહે. સાળંગપુર, જિ. બોટાદ)ને સાળંગપુરથી ઝડપી લેવાયો હતો. પકડાયેલા આરોપીને આગળની કાયદેસરની કાર્યવાહી અર્થે ભુજ શહેર એ-ડિવિઝન પોલીસ મથકને સોંપાયો હતો.  

Panchang

dd