• બુધવાર, 12 નવેમ્બર, 2025

કોજાચોરા પાસે પટ્રોલપંપમાં ઊભેલા વાહનોમાંથી 37 હજારની ચાર બેટરીની ચોરી

ભુજ, તા. 10 : માંડવી તાલુકાના નાના આસંબિયા નજીક પેટ્રોલપંપના સંકુલમાં રહેલા વાહનોમાંથી ચાર બેટરી કિ. રૂા. 37,400ની કોઈ ચોર ઈસમ ચોરી કરી ગયો હોવાની ફરિયાદ કોડાય પોલીસ મથકના ચોપડે નોંધાઈ હતી. પોલીસે આપેલી વિગતો મુજબ, નાના આસંબિયાથી કોજાચોરા ફાટક પાસે આવેલા નીલમ પેટ્રોલપંપના સંકુલમાં ઊભેલા ફરિયાદીના ડમ્પરની બે બેટરી તથા અન્ય એક ડમ્પરમાંથી બે બેટરી મળી કુલ ચાર બેટરી કિં. રૂા. 37,400ની કોઈ ચોર ઈસમ ચોરી કરી નાસી ગયો હતો. આ મામલે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. 

Panchang

dd