ભુજ, તા. 31 : એપ્રિલથી કચ્છના દરિયાકિનારા તથા વિવિધ ટાપુ ઉપરથી બિનવારસુ હાલતમાં ડ્રગ્સનાં પેકેટ મળવાનો સિલસિલો ફરી શરૂ થયો છે, જેમાં આજે પિંગલેશ્વરના દરિયાકિનારેથી આવાં જ બે ડ્રગ્સનાં પેકેટ રઝળતાં મળી
સામખિયાળીમાં યુવાન ઉપર પિતા-પુત્રનો પાઇપ-ધોકાથી હુમલો
ગાંધીધામ, તા. 31 : ભચાઉ તાલુકાના સામખિયાળીમાં ઘર નજીક કંપનીની બસમાં બેસવા મુદ્દે પિતા-પુત્રએ પાઇપ-ધોકાથી હુમલો કરતાં યુવાનને અસ્થિભંગ સહિતની ઇજાઓ પહોંચી હતી. સામખિયાળીમાં ગાયત્રી ગેસ્ટ હાઉસની સામે રહેનાર ફરિયાદી ધવલ હીરા વાઘેલા નામનો યુવાન ગત તા. 29/5ના સમી સાંજે પોતાના ઘર પાસે ઊભો હતો ત્યારે સંજય રમેશ મેરિયા, રમેશ પાલા મેરિયા પાઇપ અને ધોકા સાથે ત્યાં આવ્યા હતા અને આ યુવાન ઉપર હુમલો કર્યો હતો અને તું અમારા ઘરની બાજુમાંથી ઇ.ટી. કંપનીની બસમાં કેમ બેસશ તેમ કહી ગાળો આપી હતી. ઘવાયેલા યુવાનને સારવાર અર્થે લઇ જવાયો હતો જ્યાં તેને હાથની કોણીના ભાગે અસ્થિભંગની ઇજાઓ પહોંચી હોવાનું બહાર આવ્યું હતું. આ બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ?ધરી છે.