ગાંધીધામ/ભુજ, તા. 19 : ભચાઉ તાલુકાના
ચોપડવા નજીક કોઇ ટ્રેનની હડફેટે ચડતાં સમરજિતભાઇ (ઉ.વ. 42)ના નામના યુવાને જીવ ખોયો હતો, જ્યારે ભુજમાં અગાઉના અકસ્માત થકી પગ કપાઇ ગયેલો
47 વર્ષીય યુવાન મોતીસંપત રાજપૂત
બાથરૂમ કરવા જતાં લપસી જતાં બહાર ભરાયેલાં પાણીમાં ડૂબવાથી મૃત્યુ પામ્યા હતા. ચોપડવા
પાટિયા કે.બી.સી. કંપની ચાર રસ્તા નજીક રહેનાર સમરજિત નામનો યુવાન ગત તા. 17-7ના ઢળતી બપોરે રેલવે પાટા બાજુ
હતો. દરમ્યાન અહીંથી પસાર થનાર કોઇ ટ્રેનની હડફેટે ચડતાં તેને ગંભીર પ્રકારની ઇજાઓ
પહોંચી હતી. આ ઘવાયેલા યુવાનને વધુ સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં લઇ
જવાયો હતો, જ્યાં સારવાર દરમ્યાન તેણે
છેલ્લા શ્વાસ લીધા હતા.ભુજના ગાંધીનગરીના આશાપુરાનગર ખાતે રહેતા મોતી રાજપૂતના અગાઉના
અકસ્માતના પગલે પગ કપાઇ ગયા હતા. ગઇકાલે બપોરે ઘરની બહાર બાથરૂમ કરવા ગયા હતા અને બહાર
પાણી ભરાયેલું હતું. પગથી લાચાર હોવાથી તે પાણીમાં લપસી ગયા હતા અને પાણીમાં ડૂબી ગયા
હતા. તેમને પાણીમાંથી બહાર કાઢી સારવાર અર્થે જી.કે. જનરલ હોસ્પિટલમાં લઇ અવાતા ફરજ
પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. એ-ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી
હાથ ધરી છે.