ભુજ, તા. 19 : અબડાસા તાલુકાનાં તેરા ગામે
બંધ ઘરનાં તાળાં તોડી તિજોરીમાંથી નવરાત્રિ મંડળના 49 હજારના ચાંદીના ગરબાની ચોરી થયાની ફરિયાદ નોંધાઈ છે. આ અંગે
પ્રાથમિક શાળાના આચાર્ય એવા પ્રેમસંગજી મેઘજી બારાચે નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ અમદાવાદ
ગયા હતા અને પાછળથી તા. 5/7થી તા. 13/7 વચ્ચે તેરા ગામના તેમનાં બંધ
મકાનનાં તાળાં તોડી તિજોરીમાં રાખેલો તેરા દરબાર ચોક સાર્વજનિક નવરાત્રિ મંડળનો અંદાજે
એક કિલો ચાંદીનો માતાજીનો ગરબો કિં. રૂા. 49 હજારની કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી ગયો હતો. નલિયા પોલીસે ફરિયાદ
નોંધી તપાસ હાથ ધરી છે.