• રવિવાર, 20 જુલાઈ, 2025

કુકમા પાસે બાઈક સ્લીપ થતાં યુવાનનું મોત

ભુજ, તા. 19 : સસરા હોસ્પિટલમાં દાખલ હોઈ તેને જોવા માટે ગઈકાલે રાતે ભુજ આવતી વેળાએ કુકમા પાસે બાઈક સ્લીપ થઈ જતાં મૂળ ગઢશીશા હાલે મોટી નાગલપર (અંજાર) રહેતા 41 વર્ષીય યુવાન છગન નાગશીભાઈ મહેશ્વરીનું ગંભીર ઈજાના પગલે મોત નીપજ્યું હતું.આ અંગે મૃતક છગનભાઈના નાના ભાઈ જયેશભાઈએ પદ્ધર પોલીસ મથકે જાહેર કરેલી વિગતો મુજબ છગનભાઈના સસરા હોસ્પિટલમાં દાખલ હોવાથી તેને જોવા છગનભાઈ બાઈક નં. જીજે-12-એચઈ-3109થી ભુજ આવતો હતો, ત્યારે કુકમા આગળ લેરિયાવાળા હનુમાન મંદિર પાછળ વળાંક પાસે બાઈક સ્લીપ થઈ જતાં હેલ્મેટ પહેરેલું હોવા છતાં માથામાં ગંભીર ઈજાના પગલે સારવાર દરમ્યાન અડધી રાતે તેનું મોત થયું હતું. પોલીસે ફરિયાદ નોંધી તજવીજ આદરી છે. 

Panchang

dd