ભુજ, તા. 19 : ઇડર તાલુકાનો અપહરણના ગુનાનો
નાસતો ફરતો આરોપી આલોક દિનેશ રાવળને એસઓજીએ માંડવી દરિયાકિનારેથી ઝડપી પાડયો હતો. આજે
એસઓજીને પેટ્રોલિંગ દરમ્યાન બાતમી મળી હતી કે ત્રણેક માસ પૂર્વે ઇડર પોલીસ મથકે નોંધાયેલા
અપહરણના ગુનાનો નાસતો આરોપી આલોક દિનેશ રાવળ (રહે. કુકડિયા, તા. ઇડર, જિ. બનાસકાંઠા)
હાલ માંડવી સરકારી બીચ ખાતે હાજર છે. આથી આરોપી આલોકને ઝડપી માંડવી પોલીસે સોંપી ઇડર
પોલીસને જાણ કરાઇ છે.