ગાંધીધામ, તા. 20 : શહેરના જીઆઇડીસીમાં ઘર પાસે
કૂતરાને બિસ્કીટ ન આપવા કહેતાં દંપતીએ ટામી વડે હુમલો કરતાં યુવાનને અસ્થિભંગ સહિતની
ઇજાઓ પહોંચી હતી. શહેરના જીઆઇડીસી દીપ ભવનની સામે ગત તા. 13-5ના રાત્રિના અરસામાં આ બનાવ
બન્યો હતો. શાકભાજી વેચતા મેહુલ ઉર્ફે માવુ દેવીપૂજક નામનો યુવાન પોતાના ઘરની બહાર
બેઠો હતો, ત્યારે પાડોશમાં રહેનાર રાજે ગાંગારામ દેવીપૂજક
અને તેની પત્ની જ્યોતિબેન ઘર પાસે કૂતરાને બિસ્કીટ ખવડાતા હતા, જેની આ યુવાને ના પાડતાં દંપતી ઉશ્કેરાઇ ગયું હતું. બાદમાં લોખંડની ટામી લાવી
યુવાનને માથા, મોઢા ઉપર હુમલો કર્યો હતો. યુવાનની પત્ની એવા ફરિયાદી
સોનીબેન વચ્ચે પડતાં આ બંનેએ તેમને પણ માર માર્યો હતો. ઘવાયેલા યુવાનને પ્રથમ રામબાગ
બાદમાં ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ લઇ જવાયો હતો, ત્યાંથી રાજકોટ
તપાસ કરાવી પરત ભુજ લઇ જવાયો હતો, તેને મોઢામાં અસ્થિભંગ સહિતની
ઇજાઓ પહોંચી હતી. પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.