ગાંધીધામ, તા. 20 : આદિપુરના સિંધુ વર્ષા સોસાયટીનાં
મકાનમાં મહેફીલ માણતા ત્રણ શખ્સને પોલીસે પકડી પાડયા હતા. આદિપુરના સિંધુ વર્ષા પ્લોટ
નંબર-7, મકાન નંબર ડી-4માં ગઈકાલે રાત્રે પોલીસે છાપો માર્યો હતો.
આ મકાનમાં મહેફીલ ચાલુ હોવાની પૂર્વ બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. અહીંથી
અંતરજાળ લાખિયા ફળિયાના વિકાસ વાલજી લાવડિયા, મોટી ખેડોઈના જયરાજસિંહ રાજેન્દ્રસિંહ ગીલા અને નાની ખેડોઈના મહાવીરસિંહ રઘુવીરસિંહ
જાડેજાને પકડી પાડવામાં આવ્યા હતા. બ્લેન્ડર્સ પ્રાઈડ બ્રાન્ડની બોટલમાંથી 60 એમએલ દારૂ કબજે કરવામાં આવ્યો
હતો.