• સોમવાર, 12 મે, 2025

પૂર્વ કચ્છમાં પોલીસે વાહનોની સઘન તપાસ હાથ ધરી

ગાંધીધામ/ભુજ, તા. 9 : ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગદિલીભર્યા વાતાવરણ વચ્ચે પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં સરહદી સહિતના વિસ્તારોમાં પોલીસ ચેકપોસ્ટ ઊભી કરીને સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવભર્યા વાતાવરણમાં પૂર્વ કચ્છ પોલીસે જુદી-જુદી જગ્યાએ ચેકપોસ્ટ ઊભી કરી છે. સરહદી ખડીર, બેલા, બાલાસર, લાકડિયા, સામખિયાળી, સૂરજબારી, આડેસર, ભચાઉ, આદિપુર, કંડલા, અંજાર વગેરે જગ્યાએ બેરિકેટ મૂકી દેવામાં આવ્યા છે, અહીંથી પસાર થતાં વાહનોની તથા લોકોની સઘન તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત પશ્ચિમ કચ્છમાં લખપતના કોટેશ્વરથી લઈ અંતરિયાળ ગામો સુધી તેમજ ખાવડા બાજુ બન્ની અને પચ્છમ વિસ્તાર ઉપરાંત અબડાસાના મુખ્ય મથક નલિયા, જખૌ અને જખૌ બંદર તથા ગરડા પંથક બાજુ પોલીસે 24 કલાક સતર્ક હોવાની વિગતો પોલીસ સૂત્રોએ આપી છે. હાલની પરિસ્થિતિ વચ્ચે લોકોને સાવધાની રાખવા તથા શંકાસ્પદ વસ્તુ કે વ્યક્તિ જોવા મળે તો સ્થાનિક પોલીસને જાણ કરવા માટે પોલીસે જણાવ્યું હતું. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd