• સોમવાર, 12 મે, 2025

છાડવારા નજીક જાહેરમાં પત્તા ટીંચતા પાંચ ઝડપાયા

ગાંધીધામ, તા. 20 :  ભચાઉ તાલુકાના છાડવારાથી આંબલિયારા તરફ જતા માર્ગ પાસે બાવળની ઝાડીમાં જુગાર રમતા પાંચ શખ્સોને ઝડપી લઈ પોલીસે રોકડ રૂા. 20,500 જપ્ત કર્યા હતા. છાડવારાથી આંબલિયારા જતા માર્ગ પર મેલડી માતાનાં મંદિરની બાજુમાં આવેલી બાવળની ઝાડીમાં પોલીસે છાપો માર્યો હતો. અહીં ગંજીપાના વડે નસીબ અજમાવતા વસંત ભવાન ચૌધરી (રહે. છાડવારા), મુકેશ ભાણજી સુથાર (રહે. વોંધ), કાસમ ઉસ્માન નરાઈયા (રહે. જસાપરવાંઢ), ધનજી નાનજી પટેલ (રહે. વોંધ) તથા અબ્દુલ મામદ રાઉમા (રહે. જંગી) નામના શખ્સોને દબોચી લીધા હતા. પકડાયેલા આ શખ્સો પાસેથી પોલીસે રોકડ રૂા. 20,500 તથા ત્રણ મોબાઈલ અને બે બાઈક એમ કુલ રૂા. 90,500નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd