ભુજ, તા. 15 : તાલુકાના સરહદી વિસ્તાર મોટા
બાંધાની નદીમાં ગેરકાયદે થતી રેતીચોરી એલસીબીએ ઝડપી હતી. ટ્રેક્ટર અને લોડર જપ્ત કરાયાં
હતાં. આ અંગે એલસીબીએ જાહેર કરેલી વિગતો ખાવડા પોલીસ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમ્યાન
ખાનગી બાતમી મળતાં મોટા બાંધાના નદી વિસ્તારમાં ગેરકાયદેસર રીતે રેતી (ખનિજ)નું ખનન
ચાલુ હતું. લોડર ચાલક રસીદ ઈબ્રાહિમ સમા (સુમરાસર-શેખ) અને ટ્રેક્ટર ચાલક સનાવલા કાસમ
સમા (નાના દિનારા) પાસે આ અંગે રોયલટી પાસ-પરમીટ માગતાં તે ન હતી. આ જગ્યાએ થયેલા ખાણકામ
બાબતે ખરાઈ કરવા ખાણ ખનિજ વિભાગને સ્થળ તપાસણીની જાણ કરી નવ લાખના બે વાહન જપ્ત કરી
કાર્યવાહી કરાઈ હતી.