માંડવી, તા. 21 : તાલુકાનાં ગુંદિયાળી ગામે ખેતીની
જમીનમાં કેટલાક ઇસમો દ્વારા ગેરકાયદેસર રીતે દેવસ્થાન બનાવીને ખોટી રીતે પેડી-તહેવાર
ઊજવવા બાબતે માંડવી પોલીસ સ્ટેશને આવેદનપત્ર અપાયું હતું. અરજદાર ચૂનીલાલ મેઘજી ગોર
તથા લતાબેન નવીનચંદ્ર ગોરના જણાવ્યા મુજબ ગુંદિયાળી ગામ ખાતે ખેતીની જમીનમાં તેમની
પાસેથી કોઇ પણ પ્રકારની પરવાનગી લીધા વિના દેવસ્થાન બનાવીને મોટાં માથાંઓ દ્વારા દબાણ
કરાઇ રહ્યું છે તથા રાતોરાત ધાર્મિક જગ્યા ઊભી કરીને ઉજવણી કરાય છે. આ ઇસમો ગેરકાયદેસર
રીતે મંડળી બનાવીને પૈસા પચાવી પાડશે. અરજદાર
દ્વારા તેમને આવું ન કરવાનું કહેતાં તેને ધમકીઓ પણ આપવામાં આવી રહી છે. જમીનના માલિક
પોતે હોવાથી શ્રી ગોરે પશ્ચિમ કચ્છ પોલીસ અધીક્ષક વિભાગને ઘટતું કરવા અરજી કરી હતી.