• બુધવાર, 30 એપ્રિલ, 2025

અંજારમાં દ્વિચક્રી વાહન હડફેટે રાહદારી વૃદ્ધનું તત્કાળ મોત

ગાંધીધામ, તા. 19 : અંજારમાં વાહન હડફેટે આધેડ નરશીગર ગુંસાઈનું ગંભીર ઈજાઓથી મોત નીપજ્યું હતું. ગાંધીધામમાં વી. શિવા વેંકટ રેડ્ડી (ઉ.વ. 34)એ ગળેફાંસો ખાઈને જીવાદોરી ટૂંકાવી હતી. પોલીસનાં સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ અંજારમાં ખડિયા તળાવ પાસે માર્ગ અકસ્માતનો બનાવ ગત તા. 26 ઓક્ટોરના બપોરના 29.30 વાગ્યાના અરસામાં બન્યો હતો. હતભાગી વૃદ્ધ  ખડિયા તળાવ પાસે પગપાળા જતા હતા, આ અરસામાં જી.જે. 12-ડી.જે.-2224 નંબરના વાહનના ચાલકે વૃદ્ધને હડફેટે લીધા હતા. ગંભીર ઈજાઓથી તેમનું તત્કાળ મોત નીપજ્યું હતું. છ મહિના જૂના આ બનાવ અંગે આજે ફરિયાદ નોંધાવાઈ હતી. ગાંધીધામમાં અકસ્માત મોતનો બનાવ ગત તા. 18ના રોટરી નગર વિસ્તારમાં સવારે 10.20 વાગ્યાના અરસામાં બન્યો હતો. હતભાગી યુવાને અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી હતી. પોલીસે ગુના નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd