ભુજ, તા. 17 : લખપત
તાલુકાનાં હરોડાની સીમમાં ખાનગી કંપનીની પવનચક્કીનું ટ્રાન્સફોર્મર તોડી, તેમાંથી 40 હજારના
વાયરની ચોરી થયાની ફરિયાદ નોંધાઇ છે. આ અંગે આજે નરા પોલીસ મથકે આર્મ્સ ટ્રેક
કંપનીના સિક્યુરિટી ઓફિસર મહેન્દ્રસિંહ ચૌહાણે નોંધાવેલી ફરિયાદ મુજબ આ વિસ્તારની
આઇનોક્સ કંપનીની પવનચક્કીઓની સિક્યુરિટી તેમની કંપનીને સોંપેલી છે. તા. 12/3થી 13/3ના
મધ્યરાત્રિ દરમ્યાન હરોડા સીમની પવનચક્કીનું ટ્રાન્સફોર્મર તોડી તેમાંથી કોપર
વાયરની ત્રણ કોઇલ કિં.રૂા. 40 હજારની કોઇ અજાણ્યા ચોર ઇસમ ચોરી
કરી લઇ ગયા છે. પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.