ગાંધીધામ, તા. 13 : આદિપુરના ડી-સી પાંચમાં શ્વાનને
ધોકા, સળિયાથી મારનારને રોકવા જતાં મહિલાને ધમકી આપવામાં
આવી હતી. બનાવ અંગે નવ લોકો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. આદિપુરના ડી-સી
પાંચ વિસ્તારમાં રહેનારા અને વકીલાતનો વ્યવસાય કરનારાં કુસુમબેન શામજી જરૂએ આજ વિસ્તારના
સિદ્ધિબેન વિવેક ખત્રી, વિવેક ભરત ખત્રી, દિલીપ ચૌહાણ, વર્ષાબેન દિલીપ, જૈનિશ
દિલીપ, ઊર્મિલાબેન ગણપત રામાનુજ, બાબુલાલ
રામાનુજ, કિશન ગણપત તથા ગણપત રામાનુજ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી
હતી. ફરિયાદીની શેરીમાં પાંચેક વર્ષથી લાલ રંગનું કુતરું આવતું હોઇ ફરિયાદી તેને ખાવાનું આપતાં હતાં. આરોપીઓએ આ મૂંગા
પશુને ધોકા, સળિયા વડે માર માર્યો હતો જે અંગે કહેવા જતાં ફરિયાદી
તથા તેમનાં મિત્ર અભિષેકને પણ મારવાની ધાક ધમકી આપવામાં આવી હતી. બનાવ અંગે પોલીસે
ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.