ભુજ, તા. 13 : શહેરની ભાગોળે ખત્રી તળાવ પાસે
અડધી રાતના છકડાની ટ્રક સાથે ટક્કર બાદ પાછળથી આવતી ઇકો કાર અથડાતાં છ લોકો ઘાયલ થયા
હતા. આ અંગે જી.કે. જનરલ હોસ્પિટલની પોલીસ ચોકીમાં નોંધાયેલી એમએલસીની વિગતો મુજબ એક
પરિવારના કુટુંબીઓ છકડા અને ઇકો કારથી બુધવારે મોડીરાત્રે ટુંડાવાંઢથી ભુજ આવી રહ્યા
હતા અને રાત્રે ત્રણેક વાગ્યે ખત્રી તળાવ પાસે પહોંચ્યા, ત્યારે છકડાની કોઇ અજાણી ટ્રક સાથે ટક્કર થયા
બાદ આજ પરિવારની પાછળ આવતી ઇકો કાર પણ તેમાં અથડાઇ હતી. આથી રાજુબેન કાનાભાઇ રબારી,
હંશુબેન ગાભાભાઇ રબારી, દેવીબેન ઇસાભાઇ રબારી,
લખીબેન વિનોદ રબારી, શક્તિભાઇ પેથા રબારી અને મનીષા
ભીખાભાઇ રબારી ઘાયલ થતા જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે.