ગાંધીધામ, તા. 17 : ભચાઉ
તાલુકાના વિજપાસરમાં એક મકાનમાંથી રૂા. 79,092ના અંગ્રેજી દારૂ સાથે બે શખ્સની
પોલીસે ધરપકડ કરી હતી, જ્યારે બે શખ્સ હાજર મળ્યા નહોતા. વિજપાસર ગામના કોળીવાસમાં રહેનાર રાજા
ઉર્ફે બાબુ ભીખા ચાવડાએ પોતાના કબજાના મકાનમાં દારૂ ઉતાર્યો હોવાની પૂર્વ બાતમીના
આધારે પોલીસે અહીં છાપો માર્યો હતો. અહીંથી આ બાબુ ચાવડા તથા સામખિયાળીના દિનેશ
વેલા મેરિયાને પકડી પાડવામાં આવ્યા હતા. બંનેને સાથે રાખી મકાનમાંથી રોયલ સ્ટેગ 750 મિ.લી.ની
30, રોયલ
ચેલેન્જ 750 મિ.લી.ની પાંચ બોટલ તથા રોયલ સ્ટેગ 180 મિ.લી.નાં
286 ક્વાર્ટરિયા
એમ કુલ રૂા. 79,092નો દારૂ જપ્ત કરાયો હતો. આ દારૂ દિનેશ
મેરિયા અને સામખિયાળીનો અભય વેલા બઢિયા નામના શખ્સો જૂની સુંદરપુરી-ગાંધીધામના
પ્રકાશ ઉર્ફે પકાડો માતંગ પાસેથી લઈ આવ્યા હતા. હાથમાં ન આવેલા પકાડા અને અભયને
પકડી પાડવા આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.